જોઈએ
સૌ પ્રથમ તો નાવને નક્કી કિનારો જોઈએ,
ને ભલે તોફાન હો, બસ એ ઇશારો જોઈએ.
ભીડ સાથે દોડવાથી કોણ પામ્યું છે કશું?
આપણી આંખે જ જોવો એ નજારો જોઈએ.
રોજ ચાલો, થાક લાગે તો જરા થંભી જજો,
રાત માટે ક્યાંક નાનો કો’ ઉતારો જોઈએ.
આભમાં તારા ઘણા છે, ને ગણાશે ના કદી,
માર્ગ માટે તો ઉપર બસ એક તારો જોઈએ.
આ પરાગે જિંદગીભર એટલું શીખ્યું, ભલા,
ભીડમાં પણ જાતને મળવા સહારો જોઈએ.
– પરાગ રતનપરા
#ગઝલ #નિર્ણય #ધ્યેય #જીવનદર્શન #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Decisions #Direction #LifeLessons #SelfDiscovery #ParagRatanpara