← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેળેથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુ, મેળેથી લાવજો રે ફુગ્ગો લાલ ગુલાબી,
ચકડોળે બેસાડજો ને ખવડાવજો જલેબી!

બાપુ ગયા મેળે, ખિસ્સે પાંચ રૂપિયાનો સિક્કો,
દીઠાં રમકડાં, દીઠી મીઠાઈ, ભાવ સૌનો તીખો;
એક ફુગ્ગો લીધો, ફૂલાવ્યો — જાણે દીકરીનું સપનું ગુલાબી…
બાપુ, મેળેથી…

પાછા વળતાં રસ્તે ફુગ્ગો કાંટે અડ્યો ને ફૂટ્યો,
બાપુ ઊભા રહ્યા, જાણે આખો મેળો લૂંટ્યો;
ઘેર આવીને ખાલી હાથે હસ્યા, આંસુ રાખ્યાં દાબી…
બાપુ, મેળેથી…

પરાગ કહે: દીકરીએ દોડી બાપુના ગાલ ચૂમ્યા,
‘ફુગ્ગો નહીં, તમે જ મારો મેળો’, કહીને ઝૂમ્યા;
એ દિ’ બાપુની આંખોમાંથી વરસ્યો મેળો બેહિસાબી…
બાપુ, મેળેથી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસૌ બરાબર છેઆગલો લેખ →પ્રેમ ઓનલાઇન