મેઘરાજાને કાગળ
મેઘરાજા, તમને લખું રે કાગળ, ખેડૂતની કલમે,
આ વરસે તો વહેલા આવજો, મોડા ના પડજો ગમે.
ગયે વરસ તો તમે રિસાયા, ધરતી રહી તરસી,
ઢોરાં ભાંભરતાં રહ્યાં ને સુકાઈ ગઈ સરસી;
કોરા ચાસમાં બીજ સૂકાયાં, આંસુ પડ્યાં ઝમઝમે…
મેઘરાજા, તમને લખું રે કાગળ…
વધુ ના વરસજો કે નદીઓ ગાંડી થઈ ઘર તાણે,
ઓછું ના વરસજો કે ઊભા મોલ બળે મધ્યાણે;
માપ મુજબનું વરસજો, જેવું માની આંખે નમે…
મેઘરાજા, તમને લખું રે કાગળ…
પરાગ કહે: ખેડૂત ભોળો, સરનામું નથી જાણતો,
આભ સામે કાગળ ધરીને, હાથ જોડીને ગાતો;
વાદળ, તું ટપાલી થઈને, લઈ જા આ સંદેશ સમે…
મેઘરાજા, તમને લખું રે કાગળ…
– પરાગ રતનપરા