← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મીઠું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયાએ
આખી જિંદગી
રડ્યા કર્યું.

કોઈએ નોંધ ન લીધી.

પછી
અગરિયાઓ આવ્યા,
તડકામાં
દરિયાનાં આંસુ સૂકવ્યાં,
ને ઢગલા કર્યા —
સફેદ, ચમકતા.

શહેરમાં
એ ઢગલા
પૅકેટમાં વેચાયા:
‘આયોડાઇઝ્ડ સૉલ્ટ.’

આજે
આખું શહેર
દરિયાનાં આંસુ
ચાખીને
કહે છે —
‘દાળ જરા ફિક્કી છે,
થોડું વધારે નાખો.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનેક્સ્ટ પ્લીઝઆગલો લેખ →મીણનું નગર