મીઠું
દરિયાએ
આખી જિંદગી
રડ્યા કર્યું.
કોઈએ નોંધ ન લીધી.
પછી
અગરિયાઓ આવ્યા,
તડકામાં
દરિયાનાં આંસુ સૂકવ્યાં,
ને ઢગલા કર્યા —
સફેદ, ચમકતા.
શહેરમાં
એ ઢગલા
પૅકેટમાં વેચાયા:
‘આયોડાઇઝ્ડ સૉલ્ટ.’
આજે
આખું શહેર
દરિયાનાં આંસુ
ચાખીને
કહે છે —
‘દાળ જરા ફિક્કી છે,
થોડું વધારે નાખો.’
– પરાગ રતનપરા