← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મીરાંની પાઠશાળા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મીરાં, તમારી પાસે શીખ્યા પ્રેમની બારાખડી,
ઝેર પીને પણ હસતાં રહેવું, એ તમારી આખડી…

રાણાજીએ મોકલ્યો પ્યાલો, તમે હસીને પીધો,
સાપ મોકલ્યો ટોપલીમાં, તમે શાલિગ્રામ કીધો;
લોકલાજની સાંકળ તોડી, તોડી સઘળી કડી…
મીરાં, તમારી પાસે શીખ્યા…

મહેલ છોડ્યો, મુગટ છોડ્યો, છોડ્યો રાજનો ઠાઠ,
એકતારો લઈ ચાલી નીકળ્યાં દ્વારિકાની વાટ;
પગમાં ઘૂંઘરું, હોઠે ગિરધર, આંખે આંસુની ઝડી…
મીરાં, તમારી પાસે શીખ્યા…

પરાગ કહે: ભક્તિ એટલે જાતને જવું ભૂલી,
જેમ મીરાંની આંખોમાં કાનો ઝૂલે ઝૂલી;
અમે તો હજી ‘ક’ પર અટક્યા, તમે વાંચી ચોપડી…
મીરાં, તમારી પાસે શીખ્યા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદીવો લઈને આવઆગલો લેખ →સાંજે