← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બધાં પંખી વળે માળે, બધાં ઢોરાં ફરે સાંજે,
મને કો' ઘર નથી, મારું હૃદય તો બસ ઝરે સાંજે.

બગીચે બાંકડો સૂનો, હતા જે દોસ્ત, તે ચાલ્યા,
હવે એ યાદની હોડી નયનમાં બસ તરે સાંજે.

હતી બા, ને હતો દીવો, હતો તુલસીય ક્યારામાં,
હવે અંધાર ઊભો છે, અને ઘર પણ ડરે સાંજે.

ઢળે સૂરજ, ઢળે છાયા, ઢળે છે આયખું ધીમે,
ઉમરનું એક પીળું પાન ડાળીથી ખરે સાંજે.

પરાગે સાંજના રંગો ઉતાર્યા આ ગઝલમાં, ને
સવારે જે હતાં સપનાં, પલક પરથી સરે સાંજે.

– પરાગ રતનપરા

#ગઝલ #સાંજ #ઘડપણ #એકલતા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Evening #OldAge #Loneliness #Twilight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમીરાંની પાઠશાળાઆગલો લેખ →સપનાનું ગામ