← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૌનનો વરસાદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કવિતા લખતાં પહેલાં
કાગળ પર એક સફેદ ખેતર હોય છે.
હું શબ્દો વાવું
એ પહેલાં
ત્યાં મૌનનો વરસાદ પડે છે.

ઘણા લોકો
સીધું બીજ નાખે છે,
ને ઝટપટ મોલ લણી લે છે.

હું રાહ જોઉં છું
કે ધરતી ભીની થાય,
કે કાગળની નીચે
કોઈ ધબકારો સંભળાય.

કેટલીક કવિતાઓ
એટલે જ ઊગતી નથી —
એ મૌનમાં જ
પાકી જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારાથી નથી થતુંઆગલો લેખ →મનનો પતંગ