મૌનમાં
શબ્દ ઓછા જ્યાં પડે, ત્યાં થાય વાતો મૌનમાં,
આંખમાંથી આંખમાં બંધાય નાતો મૌનમાં.
વૃક્ષ તો બસ છાંયડો દે, ફળ ધરે, બોલે નહીં,
પાનખરમાં પણ સહે છે સર્વ ઘાતો મૌનમાં.
મા કશું બોલી નહીં, બસ હાથ ફેરવતી રહી,
જાગતી’તી એ ઘણી એવી જ રાતો મૌનમાં.
ભોરમાં પંખી ભલે કલરવ કરે, ગાજે ગગન,
સૂર્ય ઊગે, ને તપીને, અસ્ત જાતો મૌનમાં.
આ પરાગે શબ્દ છોડ્યા, ગીત પણ છોડ્યાં હવે,
ફૂલ પેઠે એ હવે બસ મ્હેક થાતો મૌનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #મા #વૃક્ષ #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #UnspokenLove #Mother #StillnessSpeaks #ParagRatanpara