← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મને વાગ્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને ઝીણી ઠસક લાગી, ખરે ત્યારે મને વાગ્યું,
ઉઝરડો ઢીંચણે તારે, હૃદય મારે મને વાગ્યું.

નિશાળે મૂકવા આવ્યો, રડે તું, હાથ છોડું હું,
વળી પાછો ઘરે ચાલ્યો, ઘણું ભારે મને વાગ્યું.

પ્રથમ પ્રેમે દગો દીધો, ન બોલ્યો તું કશું કોને,
હતો તું મૌન, ને ભીનાં નયન તારે, મને વાગ્યું.

ગયું ઊડી વિમાને તું, વસે પરદેશમાં જઈને,
અહીં હું આંસુ લૂછું છું, પલક ધારે મને વાગ્યું.

પરાગે બાપુને પૂછ્યું: ‘તમોને યાદ શું આજે?’
તને વાગ્યું જરા, એથી ઘણા વારે મને વાગ્યું.

– પરાગ રતનપરા

#ગઝલ #પિતા #સંતાન #વાત્સલ્ય #પીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #ParentsPain #UnconditionalLove #LettingGo #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફકીરીઆગલો લેખ →પીડાની ભાષા