← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનનું આકાશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મનનું આકાશ
રોજ નવા રંગ બદલે છે.

સવારે
કોઈ સારા સમાચારથી
ગુલાબી થઈ જાય,
બપોરે
કોઈ કડવા વેણથી
ધૂંધળું,
સાંજે
કોઈ જૂની યાદથી
કેસરી,
ને રાતે
એકલતાથી
કાળુંડિબાંગ.

પણ મેં જોયું છે —
વાદળ ગમે એટલાં ઘેરાય,
આકાશ
ક્યારેય મેલું નથી થતું.

વાદળ
આવે છે, જાય છે;
હું
આકાશ છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકેમ રે અલી?આગલો લેખ →કૃષ્ણ – ૨૦૨૬