મન મારું
ઘડીમાં સાત સાગર તો ઘડીમાં ગગન મન મારું,
કદી ઝૂલે, કદી દોડે, બને આ પવન મન મારું.
વિદેશે ડૉલરો ગણતાં ભલે વીતી ગયાં વર્ષો,
હજી ફળિયું, હજી શેરી, હજી એ વતન મન મારું.
સદા ઊંબર ઉપર રાખું તમારા નામનો દીવો,
મળો તો થાય દીવાળી, ન આવો અગન મન મારું.
સવારે ફોન, સાંજે ફોન, રાતે ફોનનો ચસકો,
બધું ભૂલી, રહે સ્ક્રીને સદાયે મગન મન મારું.
પરાગે શાંત થઈ જોયું, અને ત્યાં બાગ મ્હેક્યો’તો,
ઠરે જ્યાં વાસના સઘળી, બને ત્યાં ચમન મન મારું.
– પરાગ રતનપરા
#ગઝલ #મન #ચંચળતા #વતન #આત્મશાંતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #TheMind #RestlessHeart #Homeland #InnerPeace #ParagRatanpara