← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મમ્મી, થોડી વાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મમ્મી,
મારા રૂમનું બારણું
બંધ છે,
પણ તાળું નથી.

તું પૂછે છે: ‘શું થયું?’
હું કહું છું: ‘કંઈ નહીં.’

એ ‘કંઈ નહીં’માં
આખો દરિયો છે, મમ્મી.

તેં જ તો
તરતાં શીખવેલું ને મને?
તો પછી
કિનારે ઊભી રહીને
બૂમો કેમ પાડે છે?

થોડી વાર
મને ડૂબવા દે.
હું તરીને
તારી પાસે જ આવીશ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસિસ્ટર, દીકરાને કહેજોઆગલો લેખ →પોળની સવાર