મળીશું
નહીં આ ભવે, તો કિનારે મળીશું,
અધૂરી રહી જે, ઇશારે મળીશું.
તમે ઝાડ થાજો, બનું હું પરિંદું,
પછી કોઈ ભીની સવારે મળીશું.
ભલે ભીડમાં બેઉ ખોવાઈ જઈએ,
કદી તો દિવાળી-બજારે મળીશું.
ધરા પર જગા ના મળી બેઉને તો,
ચલો, કોઈ ઝળહળ સિતારે મળીશું.
પરાગે ગઝલને અધૂરી જ છોડી,
પછી શેરના કો’ ઉતારે મળીશું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #મિલન #પ્રતીક્ષા #પુનર્જન્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #WeWillMeet #EternalLove #Hope #Reunion #ParagRatanpara