← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મળવું ને છૂટવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મળવું ને છૂટવું, એ તો છે જગનો નિયમ,
પણ વચ્ચેની પળમાં જીવીએ આખો જનમ.

પ્લૅટફૉર્મ પર ઊભાં’તાં, ને ગાડી ઊપડવાની,
હાથમાં હાથ, ને આંખો વાતો કરે છાની છાની;
સીટી વાગી, ને ઝૂકી ગઈ પાંપણની કલમ…
મળવું ને છૂટવું…

તું જાશે પરદેશ, ને હું રહીશ આ ગામ,
ફૂલછાબમાં સાચવીશ હું તારું નાનું નામ;
રોજ સાંજે દીવો મૂકી ઝંખીશ તને હરદમ…
મળવું ને છૂટવું…

પરાગ કહે: ફૂલ ખરે, પણ મ્હેક ક્યાંય ન જાય,
છૂટાં પડીએ દેહથી, પણ મન ભેળું રહી જાય;
ફરી મળીશું કોઈ વળાંકે, એ જ આશા, એ જ મલમ…
મળવું ને છૂટવું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકોઈ સંગે ચાલેઆગલો લેખ →હસું છું