← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મહેમાન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વર્ષો પછી
આજે
મારી બારીએ
એક ચકલી આવી.

મેં શ્વાસ રોકી રાખ્યો,
જાણે
કોઈ જૂની ઓળખાણ
બારણે ઊભી હોય
ને હું
નામ યાદ કરતો હોઉં.

એ
એસીના આઉટડોર યુનિટ પર બેઠી,
ગરમ હવા આવી,
ને એ
ઊડી ગઈ.

મેં
પછી આખી બપોર
બારી પાસે
એક વાટકીમાં પાણી
ને થોડા ચોખા મૂક્યા.

સાંજે
વાટકી એમની એમ હતી.

રાત્રે
મેં એસી બંધ કર્યું.

ઘરમાં
બધાએ પૂછ્યું, “કેમ?”
મેં કહ્યું,
“કાલે કદાચ
કોઈ મહેમાન આવે.”

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખન્યાલ છેઆગલો લેખ →ધાર્યું ન’તું