મધ્યમાં
નાવ રોકી છે હવે મેં બે કિનારાની વચે,
શ્વાસ પણ થંભી ગયો છે બે ઇશારાની વચે.
આરતી ને બાંગ બંને એક સૂરે ગાય છે,
ઈશ ઊભો છે હજી આ બે મિનારાની વચે.
તું ન બોલી, હું ન બોલ્યો, તોય વાતો થઈ બધી,
ચાંદ જોતો’તો બધું આ બે સિતારાની વચે.
આ તરફ ઘર છે અને પેલી તરફ છે બાળપણ,
જીવ ઝૂલે ક્યારનો આ બે ઉતારાની વચે.
ના પરાગે ફૂલ માગ્યું, ના પવન માગ્યો કદી,
ગંધ થઈ જીવ્યો સદા એ બે સહારાની વચે.
– પરાગ રતનપરા
#ગઝલ #મિલન #કિનારા #ઇશારા #એકત્વ #પરાગરતનપરા
#GujaratiGhazal #MeetingHalfway #TwoShores #SilentGestures #Oneness #ParagRatanpara