માતૃભાષા
માતૃભાષા બોલવામાં આજ સૌને ભૂલ છે,
ને ખરું-ખોટું ભલે હો, ઇંગ્લિશે જો, કૂલ છે!
‘બા’ કહેવું શરમ લાગે, ‘મૉમ’ બોલ્યે ઊડતો,
લાખની ફી, ને ઝગારા મારતી એ સ્કૂલ છે.
ઇંગ્લિશે છાપી નિમંત્રણ-પત્રિકા, લઈ ઠાઠમાઠ,
એક ખૂણે છે ગણેશા, સાવ ઝાંખું ફૂલ છે.
મંચ પર ગાજે: બચાવો માતૃભાષા, ભાઈઓ!
ને પછી એ ‘ટ્વીટ’ લખવા ઇંગ્લિશે મશગૂલ છે.
આ પરાગે માતૃભાષામાં સજાવી છે ગઝલ,
લોક બોલ્યા: ઇંગ્લિશે કર, તો પછી જ કબૂલ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #માતૃભાષા #ગુજરાતી #વ્યંગ #અંગ્રેજીમોહ #પરાગરતનપરા
#GujaratiGhazal #MotherTongue #GujaratiLanguage #Satire #EnglishCraze #ParagRatanpara