← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓધવજીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓધવજી, એટલું કહેજો શ્યામને જઈ,
ગોકુળની ગાયો હજી ઊભી છે ઝૂરી રહી.

મથુરાના મ્હેલમાં મોંઘા મુગટ પહેરે,
અહીં તો એની કામળીને વાછરડાં ચાટે ઘેરે;
માખણની મટકી અમે રોજ રાખી છે ભરી…
ઓધવજી, એટલું…

જ્ઞાનની પોથી તમે લાવ્યા, ઓધવ ભોળા,
અમને તો ક્યાં વાંચતાં આવે? અમે ગામડાંનાં ગોળા;
અમે તો વાંસળી વાંચીએ, એ જ અમારી વહી…
ઓધવજી, એટલું…

પરાગ કહે: જો માને તો મનાવી લેજો હેતે,
ને ન માને તો કહેજો: રાધા રાહ જુએ છે રેતે;
જમનાનાં પાણી પણ રોયાં, ધીમાં ધીમાં વહી…
ઓધવજી, એટલું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખક્યાંથી હવે?આગલો લેખ →માતૃભાષા