← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારાથી નથી થતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારાથી નથી થતું —
સવારે ઊઠીને તરત ફોન જોવાનું,
મીટિંગમાં હા-માં-હા ભેળવવાનું,
રડતા માણસને ‘રિલેક્સ’ કહેવાનું,
ને ગમતું હોય એને ‘ઠીક છે’ કહેવાનું.

મારાથી થાય છે —
ચકલીને દાણા નાખવાનું,
ભીંતની તિરાડમાં ઊગેલા
પીપળાને જોઈ હસવાનું,
ને ખોટા સમયે
સાચું બોલી નાખવાનું.

એટલે જ
મારો બાયોડેટા ટૂંકો છે,
ને મારી ડાયરી
લાંબી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજાગ્યું જેનું મનડુંઆગલો લેખ →મૌનનો વરસાદ