મારા પગે
કોઈ નકશો ના હતો, મેં ચીતરી મારા પગે,
ને ધરા પર એક કેડી કોતરી મારા પગે.
રાજમાર્ગો પર બધા ચાલ્યા અને ખોવાઈ ગ્યા,
ઘાવ ઝીલીને નવી દિશ સંઘરી મારા પગે.
ઠેસ ખાધી, ધૂળ ચાટી, તોય ના થંભ્યો કદી,
કાંકરાની પણ બનાવી ઝાંઝરી મારા પગે.
ભીડ પૂછે છે: ‘તને કોણે બતાવ્યો રાહ આ?’
એક ઇચ્છા પાંખ થઈને વિસ્તરી મારા પગે.
મંઝિલે પૂછ્યું: ‘પરાગ, ઇનામ શું આપું તને?’
હું કહું: ‘બસ ધૂળ જે આવી ઠરી મારા પગે.’
– પરાગ રતનપરા
#ગઝલ #નવોમારગ #સંઘર્ષ #આત્મવિશ્વાસ #સફર #પરાગરતનપરા
#GujaratiGhazal #OwnPath #Struggle #SelfBelief #JourneyNotDestination #ParagRatanpara