← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માનું સ્વેટર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બા શિયાળે ગૂંથતી’તી ઊનનું સ્વેટર કદી,
હાથના ટાંકે વહેતી હૂંફની જાણે નદી;
હું ગયો પરદેશ, ને બરફે ય ધ્રૂજ્યો ના જરી,
કેમ કે એ ઊનમાં બાની હતી આખી સદી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહુંઆગલો લેખ →ઉંબરે