← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માળિયે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરીની ઝાંઝરી ને ઢીંગલીઓ માળિયે,
ને વિદાયે ગાંઠ વાળી પોટલીઓ માળિયે.

સાંજ પડતાં સૂર એના ગૂંજતા’તા ઓસરી,
બાપુજીની ધૂળ ખાતી વાંસળીઓ માળિયે.

ખેતરેથી મા ભરી લાવી હતી જે ધાનથી,
આજ ખાલીખમ પડી છે ટોપલીઓ માળિયે.

નાનકા આ ફ્લેટમાં તો બેલ વાગે છે હવે,
કોણ ખખડાવે હવે? સૌ સાંકળીઓ માળિયે.

ઘર ખસેડાશે કદી તો શબ્દ સૌ ઊડી જશે,
આ પરાગે જે ઘસી, એ આંગળીઓ માળિયે.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મૃતિ #જૂનુંઘર #માળિયું #વારસો #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #OldHome #Heirlooms #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજ્યારે એ પાછો આવશેઆગલો લેખ →પ્રેમથી