← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોટલાની મ્હેક થઈને ત્યાં જ ચૂલે મા હજી,
પારણું ધીમે હલાવે, સાથ ઝૂલે મા હજી.

રોજ વેણીમાં ભરાવે મોગરો જે પ્રેમથી,
આંગણાના મોગરાના એક ફૂલે મા હજી.

ડાયરી જૂની મળી, ને અક્ષરો ઝાંખા થયા,
તોય પાનાં જ્યાં ઉઘાડું, જ્યાં ય ખૂલે, મા હજી.

લીમડો જે આંગણે વાવ્યો હતો એણે કદી,
છાંયડામાં, ડાળ ડાળે, છેક મૂળે મા હજી.

આ પરાગે મા વિશે લખવા ઘણું ધાર્યું, છતાં
જ્યાં લખું હું ‘મા’, કલમ પણ ભાન ભૂલે, મા હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #સ્મૃતિ #માતૃપ્રેમ #હાજરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MothersPresence #Remembrance #EternalLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીવડોઆગલો લેખ →એક કપ