← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક કપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું નથી,
તો આ ઘરમાં
હવે ચા
બે કપ નહીં,
એક કપ બને છે.

ને એ એક કપ પણ
ટેબલ પર
ઠંડો થઈ જાય છે —

કારણ,
ચા પીવાની તો
બહાનું હતી;
ખરી તરસ તો
સામેની ખુરશીની હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમા હજીઆગલો લેખ →ગુમ થયેલ છે