← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા ભારતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊઠ રે જુવાન, તને પોકારે મા ભારતી,
ગામે ગામે ઝગે તારા નામની આરતી.

સરહદે ઊભો સૈનિક, બરફમાં થીજે રાત,
ખેતરે ઊભો ખેડુ, પરસેવે નાહે ગાત;
તું ય ઊઠ ને ઉપાડ ભાર, ભલે નાનો હોય સારથિ…
ઊઠ રે જુવાન…

કચરો ના ફેંક રસ્તે, લાંચ ના લે કે દે,
વોટ આપજે સમજીને, સાચને સાથ દે;
દેશભક્તિ નથી માત્ર ઝંડો, એ તો રોજની ભારતી…
ઊઠ રે જુવાન…

પરાગ કહે: આ માટી તારી, એનો રંગ તું રાખજે,
ભાષા, ભોજન, ભેદ ભૂલી, એક જ સૂરમાં ગાજે;
તિરંગો લહેરાય આભે, ને હૈયે ગુંજે ભારતી…
ઊઠ રે જુવાન…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછાંયડોઆગલો લેખ →પણ બને