મૉર્નિંગ વૉક
સવારે છ વાગે
બગીચામાં
બ્રાન્ડેડ બૂટ,
કાંડે સ્માર્ટ ઘડિયાળ,
કાનમાં ભૂંગળાં.
‘આજે દસ હજાર સ્ટેપ્સ!’
‘મારે બાર!’
ગેટની બહાર
ઝાડુ લઈને
એક બાઈ
રોજ સવારે
આખો રસ્તો ચાલે છે —
વાંકી વળીને,
ખુલ્લા પગે.
એની પાસે
ઘડિયાળ નથી,
એટલે
એના પગલાં
કોઈ ગણતું નથી.
હા,
બગીચામાં ચાલનારાના
બૂટ પર
ધૂળ ન ચડે,
એ હિસાબ
એ રોજ
ચોખ્ખો રાખે છે.
– પરાગ રતનપરા