← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લોચન ને મન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લોચનિયાં કહે, ‘જોયું'તું મેં’, મનડું કહે, ‘મેં માન્યું’,
બેઉ લડે ને વચ્ચે મારું હૈયું રોયું છાનું.

લોચન બોલ્યાં, ‘મેળે દીઠો, કેડિયું, પાઘડી, મૂછ’,
મનડું બોલ્યું, ‘એ તો હું, મેં રાતે સપનું પૂછ’;
ઝઘડો ચાલ્યો આખી રાત, ને ઊગ્યું વહાણું…
લોચનિયાં કહે…

લોચન કહે, ‘મેં ભૂલ કરી, ને નજરું એની મળી’,
મનડું કહે, ‘મેં પહેલાં જ એની વાટ્યું ભાળી'તી વળી’;
હું તો બોલી, ‘ચૂપ મરો સૌ, હવે શું કરું, કાનુ?’
લોચનિયાં કહે…

પરાગ કહે: આ લોચન-મન તો એક જ સિક્કાની બાજુ,
કોઈ જુએ ને કોઈ ઝૂરે, બેઉ સરખું દાઝ્યું;
પ્રીત થઈ તો બેઉ હાર્યાં, જીત્યું કોઈ ત્રીજું શાણું…
લોચનિયાં કહે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆઝાદીઆગલો લેખ →મોટો પ્રશ્ન