લીધી સાથમાં
છોડતાં ઘર, બાપની એ વાત લીધી સાથમાં,
ઓસરીની ચાંદની ને રાત લીધી સાથમાં.
ભાગમાં લીધાં સગાંએ સૌ ઘરેણાં, ને અમે
રેશમી સાડી તણી એ ભાત લીધી સાથમાં.
આ નગરમાં ભીડ છે, પણ કોઈ પોતાનું નથી,
એટલે તો ગામથી મેં જાત લીધી સાથમાં.
લીમડાની છાંય, ને આ વાવનું જળ, ધૂળ પણ,
એ જ ધરતી-માતની સોગાત લીધી સાથમાં.
ફ્લેટ, ગાડી, નામના, સૌ આજ પામ્યો, હે ‘પરાગ’,
તોય માટી જેવડી ઓકાત લીધી સાથમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્થળાંતર #વતન #ગામડું #મૂળ #પરાગરતનપરા
#GujaratiGhazal #Migration #Homeland #VillageRoots #Humility #ParagRatanpara