← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લગ્નનું જમણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વૈદ્યજીએ ના કહી, ને ફાફડા છે લગ્નમાં,
કેલરી ગણતો રહું, ને ઢોકળાં છે લગ્નમાં.

આંખ કાકીની ફરે છે થાળ પર મારા સતત,
તોય ચોરીથી ઉપાડ્યા લાડવા છે લગ્નમાં.

ઘેર તો બસ ખાખરા ને ચાય ફીકી, પણ અહીં
ઘી ભરેલા, તેલ તરતા ગાંઠિયા છે લગ્નમાં.

જેબમાં ગોળી દવાની, વૈદ્યનો પણ ફોન છે,
જીભ પર કાબૂ ન રે, આ પાતરાં છે લગ્નમાં.

આ પરાગે પણ ગઝલનો ‘ફાસ્ટ’ તોડ્યો, ને જુઓ,
શબ્દ પણ મીઠા થયા, ને ઘૂઘરા છે લગ્નમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #લગ્ન #ગુજરાતીજમણ #ડાયટ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #GujaratiWedding #FoodLove #DietFail #ParagRatanpara

ગઝલહાસ્ય
← પહેલો લેખસત્યઆગલો લેખ →કંકોતરી