← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાગે મને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ જ ઘરમાં કાલ મેળો, આજ વન લાગે મને,
એક ખાલી ઓરડામાં સૌ સ્વજન લાગે મને.

ભીડમાં ખોવાઈ જાઉં, ઓળખે ના કોઈ પણ,
એકલો પડતાં જ બારીનો પવન લાગે મને.

રોજ ઉજવાતી રહી છે આ નગરમાં રોશની,
તોય ઝળહળતું નગર કાળું કફન લાગે મને.

ગામમાં ઘર બંધ છે, પણ આંગણે તુલસી હજી,
એ જ મૂંગો છોડ આખું યે વતન લાગે મને.

આ પરાગે જ્યારથી જોયું તને હસતાં જરા,
ત્યારથી વેરાન પણ ખીલ્યું ચમન લાગે મને.

– પરાગ રતનપરા

#ગઝલ #એકલતા #ભીડ #વતન #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #CrowdAndSolitude #Homeland #Memories #InnerSpring #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપ્રીતનો પ્યાલોઆગલો લેખ →ચૂપ છે