ક્યાં હવે
મયકદો એ, એ જ સાકી, કિન્તુ પ્યાલો ક્યાં હવે?
દીપ એ ને એ જ ઘર, પણ એ ઉજાલો ક્યાં હવે?
થાળમાં પકવાન છે, ને ભૂખ પણ જાગી ખરી,
જીભને જે ચટપટો લાગે, મસાલો ક્યાં હવે?
ગામ આખું સાથ દોડે, ઢોલ વાગે, ગીત પણ,
જાન જેવો એ સજેલો રે રસાલો ક્યાં હવે?
રોજ સૂરજ ઊગતો ને ચાંદ પણ આવે ફરી,
પણ હતો જે બાળપણમાં, એ નિરાલો ક્યાં હવે?
આ પરાગે ફૂલને પૂછ્યું, ‘તને શું થઈ ગયું?’
ફૂલ બોલ્યું, ‘જે ભમરતો, તે વહાલો ક્યાં હવે?’
– પરાગ રતનપરા
#ગઝલ #ઉદાસી #બાળપણ #સ્મરણ #ખાલીપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Melancholy #Childhood #Nostalgia #Emptiness #ParagRatanpara