← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇબાદત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક ફકીરે
મસ્જિદની દીવાલને
ધીરેથી પૂછ્યું:
‘તું ક્યાં રહે છે?’

દીવાલ ચૂપ.

એ મંદિરે ગયો,
ઘંટને પૂછ્યું.
ઘંટ વાગ્યો,
પણ જવાબ ન મળ્યો.

પાછા વળતાં
રસ્તે
એક ઘરડી સ્ત્રી
કૂતરાને રોટલી ખવડાવતી હતી.

કૂતરાએ
પૂંછડી હલાવી,
સ્ત્રીએ
એના માથે હાથ ફેરવ્યો.

ફકીર ત્યાં જ બેસી ગયો,
આંખો મીંચી,
ને પહેલી વાર
સજદો
જમીન પર નહીં,
કોઈની આંખોમાં કર્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતારે ઘેર દિવાળી?આગલો લેખ →ક્યાં હવે