ક્યાં હશે?
ગોકુળે ગાય છે, વાંસળી ક્યાં હશે?
ભીડમાં, મેળમાં, આંગળી ક્યાં હશે?
આરતીમાં ઘણાં દીવડા ઝગમગે,
આંખમાં જે હતી ઝળહળી, ક્યાં હશે?
રાતભર જે ગઝલ ગણગણી મેં ઘણી,
એ સવારે તમે સાંભળી, ક્યાં હશે?
બાળપણમાં ગળે માત બાંધી જતી,
દૃષ્ટિથી રક્ષતી માંદળી ક્યાં હશે?
બાગમાં આ પરાગે ય પૂછ્યું ઘણું:
સૂક્ષ્મ થઈ જે હવા ઓગળી, ક્યાં હશે?
– પરાગ રતનપરા
#ગઝલ #શોધ #ખોવાયેલું #માની_આંગળી #સૂક્ષ્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Searching #LostThings #Longing #TheSubtle #ParagRatanpara