કૃપા વરસે
ગગન ખોલી, ઘટા ઘેરી, ધરા પર આ કૃપા વરસે,
તરસતા જીવ પર જાણે ઉપરથી મા-દયા વરસે.
નદી છલકી, તળાવો પણ, હરખતા ખેડુ ને ઢોરો,
ધરા ઓઢે હરી ચૂંદડ, નવેલી શી છટા વરસે.
ઘણા અપરાધ કીધા મેં, નયન રોયાં ઘણી રાતો,
પછી એ રાત ચોમાસે ગગનથી જો ક્ષમા વરસે.
ગરીબોની ટપકતી ઝૂંપડીમાં મા હસી બોલી:
ભલે ઘર જાય, ખેતરમાં ખુદાની આ દુઆ વરસે.
પરાગે મેઘને પૂછ્યું, ગરજતો મેઘ બોલ્યો કે,
મને પૂછો નહીં, એ તો ઉપરની કો’ અદા વરસે.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #ઈશ્વરકૃપા #ક્ષમા #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #DivineGrace #MonsoonBlessings #Forgiveness #Faith #ParagRatanpara