← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોયલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હરિ, મને કોયલ કીધી તો ભલે, પણ આંબો તો આપો,
વસંત થઈને આવો તો, મારો ટહુકો તમે માપો.

ડાળ ડાળ પર બેઠી ગાઉં, કોઈ ન ઝીલે સૂર,
મ્હોર ખર્યા ને આંબા સૂકા, વસંત રહી ગઈ દૂર;
કાળી કાયા, કાળું નસીબ, એનો શો સંતાપો?
હરિ, મને કોયલ કીધી…

કાગડીના માળામાં મૂક્યાં ઈંડાં, એ જ મારી જાત,
પારકે ઘેર ઊછર્યો ટહુકો, પારકી લાગી વાત;
મારું કહેવાનું કોઈ ના, ક્યાં મૂકું આ થાપો?
હરિ, મને કોયલ કીધી…

પરાગ કહે: જ્યાં કોયલ બોલે, ત્યાં જ વસંત જાગે,
આંબો મ્હોરે, ઝાડ ઝૂમે, તારો ટહુકો લાગે;
હરિ કહે: ‘તું ગા, હું આવું’ — એ વચન પર છાપો…
હરિ, મને કોયલ કીધી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફાગણઆગલો લેખ →માટલું