કોતરે
શબ્દ નાનો છતાં લાગણી કોતરે,
એક ઝીણી અણી માગણી કોતરે.
સાંજ પડતાં નદીએ જવા નીકળી,
ગામની આંખ સૌ ઓઢણી કોતરે.
મેઘ આવ્યો નહીં, વ્યાજ વધતું ગયું,
ખેડુના હાથને વાવણી કોતરે.
દૂર સરહદ પરે દીકરો જાગતો,
મા તણાં સ્વપ્નને છાવણી કોતરે.
ફૂલ ખરતું રહે, ગંધ વિખરાય પણ,
આ પરાગે ગઝલ-રાગણી કોતરે.
– પરાગ રતનપરા
#ગઝલ #લાગણી #પીડા #ખેડૂત #સૈનિક #પરાગરતનપરા
#GujaratiGhazal #ScarsOfLife #Feelings #FarmersPain #SoldiersMother #ParagRatanpara