← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોરો કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર જાગરણ, કાગળે શબ્દ ક્યાં?
થરથરે છે કલમ, આંગળે શબ્દ ક્યાં?

કેટલા ઊભરા, કેટલી વેદના,
દીવડો મન તણો ઝળહળે, શબ્દ ક્યાં?

મા હતી ત્યાં સુધી મૌન પણ ચાલતું,
કોણ મૌને હવે સાંભળે, શબ્દ ક્યાં?

શાયરી ફોનમાં ઘૂમતી રાતદિન,
ચોર પણ ‘કવિ’ બની સળવળે, શબ્દ ક્યાં?

મ્હેક દીધી પવનને ‘પરાગે’ બધી,
મૌનમાં ફૂલ જ્યાં ઓગળે, શબ્દ ક્યાં?

– પરાગ રતનપરા

#ગઝલ #કોરોકાગળ #સર્જનપીડા #કવિ #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #WritersBlock #BlankPage #PoetsStruggle #SilentWords #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાનું પ્રભાતિયુંઆગલો લેખ →કોઈ સંગે ચાલે