← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાનું પ્રભાતિયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પરોઢિયે
બા ઊઠી જાય છે,
ભલે હવે ઊઠવાનું કોઈ કારણ નથી.

ચૂલો નથી, ગાય નથી,
છાશ વલોવવાની નથી,
દાદા નથી.

છતાં
એ ઓસરીમાં બેસી
ધીમે ધીમે પ્રભાતિયાં ગણગણે છે,
જાણે
ઘરને જગાડતી હોય.

ઘર તો હવે
ભાડે અપાયેલું છે.

પણ ભાડૂઆતનું બાળક
રોજ સવારે
આવીને એના ખોળામાં બેસે છે,
ને ત્યારે જ
બાનું પ્રભાતિયું
પૂરું થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝરણુંઆગલો લેખ →કોરો કાગળ