← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું વગડે વગડે ભટકે છે —
હિમાલય, ગંગા, કૈલાસ,
રિટ્રીટ, વર્કશૉપ,
ગુરુઓના આશ્રમ.

દરેક જગ્યાએથી
તું ફોટા લાવે છે,
શાંતિ નહીં.

એક સાંજ
ઘરના ખૂણે
દીવો કરીને બેસ.
આંખ મીંચ.
શ્વાસ ગણ.

કદાચ ખબર પડે —
જે ઝરણું શોધવા
તું પહાડ ચડતો હતો,
એ
તારી જ પાંપણ નીચે
વહેતું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજોઈ લેઆગલો લેખ →બાનું પ્રભાતિયું