← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોરી બાજુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાગળે બે બાજુ છે, તો એક કોરી રાખજે,
શ્વાસ સાથે એક ચપટી મૌન ઓરી રાખજે.

બાળપણની સ્લેટ જેવું દિલ મળે જો કોઈ દી,
સાચવીને એ ઉપર તું એક લોરી રાખજે.

અક્ષરો તો કાળ ભૂંસી નાખશે, તું જાણજે,
આંસુઓની એક નાની શી તિજોરી રાખજે.

ચાંદ તો આવે ન આવે, તોય આંખે રાતભર
આભ જોતી, જાગતી, એવી ચકોરી રાખજે.

પાનખર આવે ભલે ને બાગમાં, તોપણ ‘પરાગ’,
ફૂલમાંથી એક ખુશ્બૂ તું ય ચોરી રાખજે.

– પરાગ રતનપરા

#ગઝલ #કોરોકાગળ #સલાહ #જીવનદર્શન #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #BlankPage #LifeAdvice #KeepSomeSilence #Hope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅવાજઆગલો લેખ →પહેલા પ્રેમનું બિલ