પહેલા પ્રેમનું બિલ
દિલ તો દીધું’તું મેં મફતમાં, સખી, પણ બિલ તો હજી યે ભરું છું,
પહેલા પ્રેમની યાદ આવે ત્યારે પાકીટ પકડીને ફરું છું!
પાણીપૂરીની લારી પર તેં કીધું’તું, ‘બસ, એક જ પ્લેટ’,
પચ્ચીસ પૂરી ઝાપટી ગઈ તું, ને હું ગણતો રહ્યો રેટ;
તારી આંખોમાં શરમના દીવા, ને મારા ખિસ્સામાં અંધારું…
દિલ તો દીધું’તું…
ગુલાબ લેવા ગયો’તો ગાર્ડનમાં, માળીએ ઝાલ્યો કાન,
દંડ ભરીને પાછો આવ્યો, ત્યાં તેં માગ્યું ઇમ્પોર્ટેડ પાન;
રિક્ષા, સિનેમા, ને કોલ્ડ્રિન્કના હિસાબ હજુ ય સંભારું…
દિલ તો દીધું’તું…
પરાગ કહે: એ પરણી ગઈ ને મોકલ્યું કંકોતરીનું કવર,
ચાંલ્લો લખાવ્યો એકસો એક, ને ઉપર બે આંસુની મ્હોર;
પ્રેમ તો વહી ગ્યો વેળુની જેમ, બસ ઉધારનું ખાતું મારું…
દિલ તો દીધું’તું…
– પરાગ રતનપરા