કિનારે ગયો છું
વળોટી બધી હદ કિનારે ગયો છું,
તમારા જ મૌને ઇશારે ગયો છું.
ઘણાં તીર્થ ખૂંદ્યાં, ન તારો પતો કૈં,
હવે જાત કેરા ઉતારે ગયો છું.
નથી હાથ માળા, નથી હોઠ મંતર,
ભરી આંખ, મનના પુકારે ગયો છું.
ન મારો હવે હું, ન દુનિયા તણો છું,
નશામાં, જુઓ, આ મિનારે ગયો છું.
પરાગે હવા સાથ વાતો કરી ને
સુગંધે ઉડીને સિતારે ગયો છું.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #મસ્તી #અધ્યાત્મ #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #DivineIntoxication #Spirituality #InnerJourney #ParagRatanpara