ખીલી
ઈસુની છબી ટાંગવા
મેં દીવાલમાં
ખીલી ઠોકી.
પહેલો ઘા —
દીવાલ સહેજ ધ્રૂજી.
બીજો ઘા —
પ્લાસ્ટર ખર્યું.
ત્રીજા ઘાએ
મારો હાથ અટકી ગયો.
છબીમાં
એમની હથેળીઓમાં પણ
ખીલીઓ હતી.
મેં છબી
ખીલી વગર જ
ટેબલ પર મૂકી દીધી.
ઘણા દિવસથી
એ ત્યાં જ છે —
થોડી ત્રાંસી,
પણ
કોઈ ઘા વિના.
– પરાગ રતનપરા