← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખેડૂત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાવણી કીધી, હવે ખેડૂતને બસ આશ છે,
વાદળો સામે જુએ, એની નજરમાં પ્યાસ છે.

ચાડિયો ઊભો રહે છે રાત આખી ખેતરે,
એ ય પંખીને ડરાવે, પણ ધણીનો દાસ છે.

વ્યાજનું ચક્કર ફરે છે, વર્ષ વીતે છે છતાં,
ખેતરે તો પાક ઊગે, ઘર મહીં ઉપવાસ છે.

તોય વરસાદે પલળતો નાચતો એ ખેતરે,
આ ધરાની ગંધ એનો આખરી વિશ્વાસ છે.

હું જમું ત્યારે નમું છું એ ધરાને, ઓ ‘પરાગ’,
હર કણે ખેડૂતનો અટકેલ ભીનો શ્વાસ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ખેડૂત #જગતનોતાત #ધરતી #અન્નદાતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Farmer #SonOfSoil #RespectFarmers #Annadata #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીકરીઆગલો લેખ →શબ્દ