← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરે દીકરી જેમ ખીલ્યું કમળ,
હસે તો બને ઘર બધું યે સરળ.

હતી રણઝણે ઓસરી, ઓરડા,
હતું હાસ્ય જાણે ઝરણ કો સજળ.

વિદાયે હતો બાપ મૂંગો ખડો,
રડે અંદરે, તોય ઊભો અચળ.

વિમાનો ઉડાડે હવે દીકરી,
નજરમાં પિતાની હજી એ ચપળ.

પરાગે ભલે ફૂલ ખોયું ઘણું,
છતાં દીકરી, એ જ ખુશ્બૂ પ્રબળ.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #વિદાય #પિતાનુંહૈયું #ઘરનુંઅજવાળું #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #FatherDaughter #Bidaai #BlessingOfDaughters #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહોય છેઆગલો લેખ →ખેડૂત