શબ્દ
મળી શબ્દને પાંખ, લીધી ઉડાન,
હવે આભ પણ એક નાનું મકાન.
ભલે તાજ, તખ્તો, મહેલો ઘણાં,
કલમ આગળે સૌ નમાવે ગુમાન.
ગયા રાજવીઓ, ગયા એ મહેલ,
હજી શબ્દનું છે અડીખમ જહાન.
કદી મૌન બોલી ગયું એટલું,
બની ચૂપ સાતેય ભાષા-જબાન.
પરાગે સજાવ્યું ગઝલનું ચમન,
હવામાં તરે છે સુગંધી નિશાન.
– પરાગ રતનપરા
#ગઝલ #શબ્દ #કલમ #કવિતા #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #ThePen #Poetry #Silence #ParagRatanpara