ખરવું
તમે કહો છો:
પાન ખરી પડ્યું,
બિચારું!
પણ
પાનને પૂછ્યું છે ક્યારેય?
આખું ચોમાસું
એણે વરસાદ ઝીલ્યો,
આખો ઉનાળો
તડકો પીધો,
ને ઝાડને
લીલું રાખ્યું.
હવે
એ પીળું થઈને
હળવેથી
ડાળનો હાથ છોડે છે —
જેમ દીકરી
બાપનો.
એમાં રુદન નથી,
ફરિયાદ નથી.
એ તો
માટી ભણી
ઘેર પાછા ફરવાની
ખુશી છે.
– પરાગ રતનપરા