← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખરતો તારો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ ઢળી ગઈ હતી.
વગડાની કેડી પર
હું એકલો
ઘર તરફ વળતો હતો.

ત્યાં
આકાશમાંથી
એક તારો
ઝીણી લીટી દોરતો
ખરી પડ્યો.

બાજુના ખેતરમાંથી
એક છોકરો દોડ્યો,
આંખો મીંચી,
હાથ જોડીને બોલ્યો:
‘મારે મોટા થઈને
આકાશમાં જવું છે.’

મને લાગ્યું,
પેલો તારો
ખરતાં ખરતાં
કદાચ એવું જ
માગતો હશે:

‘મારે એકાદ વાર
નાના થઈને
ખેતરના શેઢે
દોડવું છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબારણુંઆગલો લેખ →સહી