← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખડિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આખી રાત
હું ખડિયા પાસે બેઠો રહ્યો.
શાહી
કાળી રાત જેવી —
બોળું તો
કલમ ડૂબી જાય.

સવારે
દીકરી આવી,
નાની આંગળી બોળી,
ને કાગળ પર
એક ટપકું મૂક્યું:
‘પપ્પા, આ સૂરજ!’

કાળી શાહીમાંથી
સૂરજ ઉગાડતાં
મને પચાસ વર્ષ લાગ્યાં;
એને
એક આંગળી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાક્ષીઆગલો લેખ →શોધું તને